સાજે ૧૦ ડિસેમ્બર ૨૦૧૯ માં મને સૌ. લલિતા લોગવી તરફથી વ્હોટ્સપર કુમાર આયુષ લોગવીનાં પ્રથમ જન્મદિવસનું નિમંત્રણ આવ્યું.
સૌ. લલિતા લોગવીએ મને મોકલાવેલો SMS
મનમાં જુદીજુદી ભાવના અને વિચાર આવ્યા. ડિસેમ્બર ૨૦૧૮ ની ઘટના નજરસમક્ષઆવી.
- ૧૪ ડિસેમ્બર ૨૦૧૮ માં સૌ. લલિતા લોગવીએએક છોકરો અને એક છોકરી એમ જોડીયા બાળકોને જન્મ આપ્યો.
- પ્રસુતી પછીત્રણેયની તબિયત સારી હતી.
- એક વર્ષપહેલાં ૧૮ ડિસેમ્બર ૨૦૧૮ નાં કામગાર વિમા વિભાગનાં મરોળ, મુંબઈની હોસ્પિટલમાં આગ લાગી.
- અચાનક લાગેલી આગથી હોસ્પિટલમાં પ્રચંડ ધુમાડો ઉત્પનથયો.
- આગ અને ધુમાડાને કારણે ઘણાં લોકો, દર્દીઓ ઘાયલ થયા હતા.
- સૌ. લલિતા લોગવીનાંરૂમમાં ખુબજ ધુમાડો ભરાયો હતો તેથી શ્વાસ લેવામાં તીવ્ર તકલીફ થતી હતી અને બંને બાળકોપણ અસ્વસ્થ હતા.
- આગ ઓલવવા અને દર્દીઓને બચાવવામાટેનીદોડાદોડી શરૂ થઇ.
- સૌ. લલિતા અને બંને બાળકોને નજીકની હોસ્પિટલ ખસેડવામાંઆવ્યા.
- પરંતુ નવજાત બાળકોને ધુમાડા થકીશ્વાસોચ્છવાસમાં ત્રાસ થવા લાગ્યો, તેઓ ગંભીર રીતે ઘાયલ થયા.
- જોડીયા બાળકોમાંના એક છોકરીનું મૃત્યુ થયું અને છોકરો કુમાર આયુષ બચી ગયો.
- ૧૦ડીસેમ્બર૨૦૧૯ સૌ. લલિતા અનિલ લોગવીને ત્યાંથીબચીગયેલ છોકરાના જન્મદિનનિમિત્તે સત્યનારાયણ પૂજા માટેનું આમંત્રણ આવ્યું હતું.
મનમાં જુદી જુદી ભાવના તેમજ બાળકોનેબચાવવા માટેનો સંઘર્ષ,કર્મચારીઓ રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી) ની હોસ્પિટલ સુરક્ષામાં સુધારો, સરકારી લાલરિબન શાહીનું લોગવી પરિવારપર થયેલુ પરિણામ,લાલરિબન શાહીની સમસ્યા એ બધું આખો સમક્ષ આવે છે.
તે સાથેજ મૃત અને ઘાયલોને આપવામાં આવતી મદદ સંબંધે સરકારી વ્યવસ્થાની વ્યાખ્યા, સામાન્ય નાગરિકોને થનારી સમસ્યા/ભાગદોડ, એવોપણ અનુભવ આ વખતે આવ્યો.
- આગમાં ૧૧ મૃત્યુ અને ૧૭૬ ઘાયલ થયા.
- કામગાર વિમા યોજનાના અતિરિક્ત આયુક્ત શ્રી. સંજય કુમાર સિન્હા એ મૃતકોને ૧૦ લાખ અને ગંભીરરીતે ઘાયલોને ૨ લાખની મદદ જાહેર કરી.
- કામગાર વિમા યોજનાની હોસ્પિટલ અનેકામગાર વિભાગે સરકારની મદદ આપવા ટાણે આ બે બાળકોને કામગાર હોસ્પિટલ માંથી માત્ર ૨ લાખ રૂપિયાસરકારી મદદ મળશે તેમ કહ્યું હતું.
- લગતા અધિકારીઓએ લોગવી કુટુંબીયોને ૧૦ લાખ રૂપિયાની મદદ આપવાનો વિરોધ કર્યો અને કહ્યું કે સૌ. લલિતા લોગવીની પુત્રીનો જન્મ કસમયે (Premature Birth) થવા થીવધુ જીવતજ નહી એટલે તેને ૨ લાખ રૂપિયાની મદદ કરી.
- આ ઘટના મારા ધ્યાનમાં આવાથી મેં સૌ. લલિતા અને અનિલ લોગવીનો સંપર્ક કરીને સંપૂર્ણ માહિતી લીધી અને ખાત્રી આપી કે તેઓને મદદ મેળવીઆપશે.
લોગવી કુટુંબનો આપેલો સાંત્વન પત્ર
કેન્દ્રીય શ્રમ મંત્રાલયના સંસદીય સમિતિના અધ્યક્ષની જવાબદારીથીમેંસંબંધિત રાજ્ય વીમા નિગમના અધિકારીઓને કહ્યું કે, "જો એકાદા પીડિત વ્યક્તિનું ઉપચાર દરમ્યાન આગ અથવા અકસ્માતને કારણે મૃત્યુ થયું છે, તો તેનીસંપૂર્ણ રકમ વ્યક્તિના વારસોનેમળવી જોઈએ."
- આ પ્રમાણે,લોગવી પરિવારને ૧૦ લાખની સહાય મળવી જોઈતી હતી. પરંતુ તેમને માત્ર ૨ લાખ નીજ મદદ મળી.
- હોસ્પિટલ સુરક્ષા તેમજદરદીઓની સુરક્ષા દ્રષ્ટિથી કરવાની યોજના/ઉપાય અનાપર વિસ્તૃત ચર્ચા થઇ.કેટલાક બદલાવપણ સુચવવામાં આવ્યા.
- આ ઘટનાનાં પુર્વાધારેસિસ્ટમના દ્રષ્ટિકોણ સંબંધી કાઈક સુચના/સુધારણા સૂચવ્યા હતા. આજ એક વર્ષ પછી વિભાગે આમાંથી ઘણીખરી સુચનાને સુધારણાનો સ્વીકાર કર્યો.
- ૨૩ નવેમ્બર ૨૦૧૯ ના સમાચારવાંચીને ખુબ આનંદ થયો.
“Mumbai’s ESIC hospital to pay full Compensation to fire Victims kin”
“અગ્નિકાંડમાં સપડાયેલા પીડિતોના સગાઓને સંપૂર્ણ નુકસાન ભરપાઈ અપાશે મુંબઈની ઈએસઆયસી હોસ્પિટલ”
ત્યારબાદ કર્મચારી રાજ્ય વિમા મહામંડળે (ઈએસઆયસી)મૃત બાળકને ૧૦ લાખનું સંપૂર્ણ વળતર ચૂકવવાનું નક્કી કર્યું.
તદનુસાર, લોગવી પરિવારને જાન્યુઆરી ૨૦૧૯દરમ્યાન રૂ.૧૦ લાખ નીમદદ ચેકસ્વરૂપે મળી.
શ્રી અનિલ લોગવીને૧૦ લાખ રૂપિયાની મદદમળ્યા પછી,તેમણે મને ફોન કરીને કહ્યું,
"સાહેબ તમારા સહકાર્યથી અમ ગરીબોને મદદ મળી, અમે આપના આભારી છીયે.”