·
શ્રી દક્ષેશ શહા જે ગુજરાતમાં અમદાવાદ પાસે સ્નેશ રિસોર્ટ પ્રા. લિ. ચલાવે છે. ૧૯૯૬ માં તેમણે વોટર પાર્ક શરુ કર્યું. ૪૦ રૂમના રિસોર્ટની ધીમેધીમે પ્રગતી થઈ. ૨૦૧૮-૧૯ માં તેમણે ૬૦ નવી રૂમો બનાવવાની શરુઆત કરી.
- સ્નેશ રિસોર્ટ તે પરિસરમાં પ્રખ્યાત/પ્રસિદ્ધ છે. ૬૦ રૂમો માટે જોઈતું (આવશ્યક) ફર્નીચર ચીન માંથી મંગાવવું તેવો નિર્ણય શ્રી દક્ષેશ શહા સેએ લીધો. ચીનની કંપનીને ઓર્ડેર આપ્યો.
- ૫ ઓક્ટોબર ૨૦૧૯ નાં શ્રી દક્ષેશ શહાનું ફર્નિચર લઈને બોટ જેએનપીટી, નવી મુંબઈના બંદર પર લાગી.
- કસ્ટમ ક્લિઅરન્સ માટે સ્નેશ રિસોર્ટે શ્રી હેમંત ભાટીયા (તુલસીદાસ ખિમજી પ્રા. લિ.) નામના કસ્ટમ એજંટનીનિમણુક કરી હતી.
- બંદર પર બોટ લાગ્યા પછી ૧૪ દિવસની અંદર આપણો માલ ત્યાંથી લઇ જવાનો નિયમ છે.
- વધારાના ૭ દિવસ ખાસ કારણસરવિતરણ (ડીલીવરી) માટે આપવામાં આવે છે.
- ૧૯ ઓક્ટોબર ૨૦૧૯ સુધી શ્રી. હેમંત ભાટીયા એજન્ટે કસ્ટમથી ક્લિઅરન્સ લઈને જેએનપીટી માંથી માલ રવાના કરવો જોઈતો હતો.
- બંદર પર બોટ આવ્યા પછી ઘરાકનો માલ જેએનપીટીમાં ગોડાઉનમાં રાખવામાં આવે છે.
- સ્નેશ રિસોર્ટ નું ફર્નિચર તુલસીદાસ ખિમજીપ્રા. લિ.આ કંપનીએ જેનપીટીના ગોડાઉનમાં રાખ્યું.
- ૨૧ દિવસો સુધી તે ગોડાઉન માંથી માલ ક્લિઅર કરી લેવડાવવો જોઇએ. નહીં તો દરદિવસનું પ્રત્યેક કંટેનર માટે ૨૦૦ ડોલર ભાડું એટલે કે વિલંબાકાર ભરવો પડે છે.
- એટલે કે દરદિવસનું એક કંટેનર માટે ૧૪,૦૦૦ રૂપિયા ભાડું. સ્નેશ રિસોર્ટનો ૫ કંટેનર માલ હતો.
- આમાંથી કેટલાક દિવસોમાં ૨ કંટેનર માલ કસ્ટમ માંથી શ્રી હેંમત ભાટીયાક્લિઅરિન્ગ એજંટે ક્લિઅર કર્યો.
- વધેલા ૩ કંટેનર જેએનપીટીના ગોડાઉનમાંજ રહ્યા.
- ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ થી શ્રી દક્ષેશ શહાને જેએનપીટી ગોડાઉનના ભાડા માટે દરદિવસનું એક કંટેનરનું ૧૮% જીએસટી સાથે ૧૮,૦૦૦ રૂપિયા ભાડું દેવું પડતું હતું.૩ કંટેનર માલ હજી ગોડાઉનમાં હોવાથી. ૫૪,૦૦૦ રૂપિયા દરદિવસે શ્રી. દક્ષેશજીને જેએનપીટીને આપવા પડતા હતા.
- શ્રી દક્ષેશજીને ક્લિઅરિન્ગ એજંટ શ્રી હેમંત ભાટીયા રોજ અલગઅલગ કારણોકહેતાં હતા.
- સર્વર ડાઉન છે, નેટવર્ક નથી, સિસ્ટમમાં ખરાબી છે એવું કહેતા હતા. આ પરીસ્થીતીમાં ૬ નવેમ્બરે શ્રી દક્ષેશજીએ ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના પદાધિકારી તથા ગુજરાત સરકારના મંત્રી શ્રી. પ્રદીપ સિંહજી જાડેજાનો સંપર્ક કર્યોને તેમણે મારો સંપર્ક કરવા તેમને સુચવ્યું.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાથે શ્રી દક્ષેશ શહા
- ૭ નવેમ્બર ૨૦૧૯ ના રોજ મને શ્રી. દક્ષેશજીનોફોન આવ્યો,બધી માહિતી તેમણે મને મેસેજ કરી. શ્રી દક્ષેશજી એ મને બધા મુદ્દા કહ્યા, મેં જેએનપીટીને લગતાં કસ્ટમ અધિકારીઓનો સંપર્ક કરવા સૂચવ્યું.
શ્રી દક્ષેશ શહા તેમણે મોકલાવેલ વિગતો
- ૮ તારિખે તેને લગતાં અધિકારીઓથી સંપર્ક કર્યો.
- કસ્ટમ કમિશનર
- ડેપ્યુટી કસ્ટમ કમિશનર
- એડીશનલ કસ્ટમ કમિશનર
- સંબંધિત કસ્ટમ અધિકારીઓએ પરિસ્થિતિ જાણી લીધી અને સહકાર્ય કરવાનું આશ્વાસન આપ્યું.
- ડેપ્યુટી કસ્ટમ કમિશનર શ્રીમતી પલ્લવી ગુપ્તા એ ૮ તારીખે સવારે ૧૧ વાગ્યાના સુમારે મને ફોન કર્યોને શ્રી દક્ષેશ શહાને તેમને મળવા બોલાવ્યા.
- ૮ તારીખે શ્રી દક્ષેશે તેમના સાથીદાર સાથે શ્રીમતી પલ્લવી મેડેમની મુલાકાત લીધી.
- શ્રીમતી પલ્લવી મેડેમે તેને લગતા અધિકારીઓસાથે વાત કરી અને સ્નેશ રિસોર્ટ ને કસ્ટમ ક્લિઅરન્સ માટે બધી પ્રકારે મદદકરવા સુચનાઓ આપી.
- ૨ દિવસમાં એક વાત સ્પષ્ટ થઇ કે, આમાં કસ્ટમનો દોષ ઓછો, પણ કસ્ટમ ક્લિઅરિન્ગ એજંટ શ્રી હેમંત ભાટીયાનું બેજવાબદારપણું કારણીભૂત હતું. કસ્ટમ અધિકારીઓએ તેમની સિસ્ટમમાં કોઈપણ પ્રકારનો બગાડ ન હોવાનું કહ્યું. સ્નેશ રિસોર્ટના ક્લિઅરિન્ગ એજંટે જરૂરી એવી માહિતી જેએનપીટી ના કસ્ટમ વિભાગના અધિકારીઓને આપી નહોતી એ સ્પષ્ટ થયું.
- આ સર્વ માહિતી સાથે સ્નેશ રિસોર્ટે પોતાની અરજી કસ્ટમ વિભાગને આપી ત્યારે ૧૪ નવેમ્બર થઇ ગઈ.
- ૨૬ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર આ ૨૦ દિવસનું સ્નેશ રિસોર્ટના શ્રી દક્ષેશ શહાએતે શીપીંગ કંપનીને રોજના ૫૦,૦૦૦ રૂપિયા વિલંબાકાર (ડેમરેજ) ભાડું/દંડ ભરવો પડતો હતો.
- ૨૦ દિવસ મોડું થવાકારણે ૧૦ લાખ રૂપિયા વધારાનું ભાડું શ્રી દક્ષેશે આપવું પડ્યું.
- ૧૫ નવેમ્બરે કસ્ટમ વિભાગે શ્રી દક્ષેશને બધો માલ ક્લીયર કરી આપ્યો.તેસાથે શિપિંગ કંપની અને કસ્ટમ ક્લિઅરિન્ગ એજંટની દિરંગાઇ અને બેજવાબદારપણા માટે શ્રી દક્ષેશ ને ૧૦ લાખ રૂપિયા વધુ ચુકવવા પડ્યા તેની સ્પષ્ટતા કરી.
- ડેપ્યુટી કસ્ટમ કમિશનર શ્રીમતી પલ્લવી ગુપ્તા એ શ્રી દક્ષેશજીને ક્લિઅરિન્ગ એજંટ અને શિપિંગ કંપનીની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા સૂચવ્યું.કારણ કે બંનેની બેજવાબદારીથી બીજાને નુકસાન ન થવું જોઈએ.
- શ્રી દક્ષેશજી એડેસ્ટીનેશન મેરેજ માટે પોતાનો ૧૦૦ રૂમોનો આખો રિસોર્ટ એક પાર્ટીને ભાડેથી આપેલો હતો. ડિસેમ્બરના પહેલાઅઠવાડીયામાં આ ડેસ્ટીનેશન મેરેજ હતાં.માટેજ નવેમ્બરના અંત સુધી રિસોર્ટ ની બધી રૂમોમાં આ ફર્નિચર લગાડી, રૂમો વાપરવા માટે તૈયાર થવા જોઈએ.
- શિપિંગ કંપની અને કસ્ટમ એજંટના બેજવાબદારપણા માટે જેમના લગ્નમાટે રિસોર્ટ બુક કર્યો છે તે પરિવારને ખુબ ત્રાસ થશે, નુકસાન થશે તે સાથે સ્નેશ રિસોર્ટનું નામ ખરાબ થશે. શ્રી દક્ષેશજીનું ૭ દિવસનું રિસોર્ટનું ભાડું પણ જશે તે બીક હતી.
- શ્રી દક્ષેશ શહા અને અમારા મિત્ર શ્રી પ્રદીપ સિંહ જાડેજા એજે પરિસ્થિતિ મનેસમજાવીને કહી હતી, તેજ પરિસ્થિતિ મેં કસ્ટમ અધિકારીઓને સમજાવી હતી.
- ડેપ્યુટી કસ્ટમ કમિશનર શ્રીમતી પલ્લવી ગુપ્તા એ જાતે ધ્યાન દઈને આ અડચણ માંથી રસ્તો કાઢયો.શ્રી દક્ષેશને જોઈતી મદદ કરી.અંતે ૧૫ નવેમ્બરે સાંજે સ્નેશ રિસોર્ટ ના ભરેલા ૩ કંટેનર જેએનપીટી માંથીઅમદાવાદ જવા નીકળ્યા.
- ૧૭ નવેમ્બર ૨૦૧૯ ના આ ૩ કંટેનર અમદાવાદના રિસોર્ટ માં પહોચ્યા.
શ્રી દક્ષેશ શહા નો સંદેશ
- હવે ફર્નિચર લગાડી રૂમો તૈયાર કરવાનું કામ વેગથી શરુ થશે અને ૩૦ નવેમ્બર સુધી શ્રી દક્ષેશજીનો૧૦૦ રૂમોનો રિસોર્ટ ડિસેમ્બરના ડેસ્ટીનેશન મેરેજ માટે તૈયાર થશે.
સારાંશ:
- સમાજમાં અનેક પ્રકારના લોગો હોય છે.પોતાની જવાબદારી ઝાટકનારી, બીજાઓ ઉપર ધકેલનારી, વધુ કમીશનને ભાડું મળે તે માટે ખોટું બોલનારી.
- તુલસીદાસ ખિમજી પ્રા. લિ.
- કસ્ટમ ક્લિઅરિન્ગ એજંટ શ્રી હેમંત ભાટીયા
- પરિસ્થિતિને સમજી સામાન્ય જનતાના વ્યવસાયને પોતાના પદની જવાબદારી સમજીનેસમય/પ્રસંગે અધિકાધિક વધુ મદત કરનારા, અસમંજસ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢનારા લોકો પણ હોય છે.
- આમતો સરકારી અધિકારી બેજવાબદાર હોય, સ્વાર્થી હોય. “વગરસ્વાર્થે દાદ આપતાનથી” એવી અપણાં બધાની સમજ હોય છે. આવી પરિસ્થિતિમાં ડેપ્યુટી કસ્ટમ કમિશનર શ્રીમતી પલ્લવી ગુપ્તા જેવા અધિકારી પોતાના પદને છાજે તેવા કામો કરતા હોય છે.
- શ્રીમતી પલ્લવી ગુપ્તા એ પ્રશાસન અને પ્રશાસકીય અધિકારી એ કેવા હોવા જોઈએ,તેનું એક ઉત્તમ ઉદાહરણ આપણી સમક્ષ રાખ્યું છે.શ્રીમતી પલ્લવી ગુપ્તાનો હું સમાજવતી આભાર માનું છુ, ધન્યવાદ આપું છુ.