Return to site

“મૃત્યુપછી ૪૦ દિવસે અગ્નિસંસ્કાર”

પુત્ર પુનિત મહેરાના પ્રયત્નોનેયશ

કિરીટ નામા–૨૧

March 5, 2020

૪૦ દિવસો ના સતત પ્રયત્નો પછી પુત્ર પુનિત મહેરા તેમના પોતાના માતા રીટા મહેરાના અંતિમ સંસ્કાર આપણી માતૃભુમી માં કરવાની ઈચ્છા પૂર્ણ થઇ.

 

        રીટા મહેરા પોતાના પુત્ર પુનિતની સાથે મેલબર્નથી વિમાનમાં મુંબઈ માટે નીકળ્યા. તેમને વિમાનમાં હૃદયરોગ નો હુમલો થયો. ઝેંગઝોઉં ચીનમાં વિમાન ને તાત્કાલિક નીચે ઉતારવામાં આવ્યું. હોસ્પિટલમાં દાખલ કરતાંજ મૃત ઘોષિત.

 

        કોરોનાના કારણે પડનારા પ્રશ્નોનોની, મુશ્કેલીઓની અલગ અલગ કથા છે. કોરોના ગ્રસ્ત ના સંપર્ક માં આવેલા લોકોજ તે સબંધિત મુશ્કેલીઓ સમજી શકે છે. પરંતુ રીટા મહેરાને વિમાનમાં આવેલો હૃદયરોગ નો હુમલો અને ઈમરજન્સી લેન્ડીંગ પછી, ચીનનાં ઝેંગઝોઉં શહેરની હોસ્પિટલમાં મૃત હોવાનું જાહેર થવાથી જે મુશ્કેલીઓ નડી, અંતિમ સંસ્કાર માટે ૪૦ દિવસની મથા મણ, તેમની આ વ્યથા તેની આ કથા....

  • ડો. પુનિત મહેરાના માતા કૈ.રીટા મહેરાનો પાર્થિવ દેહ એક હોસ્પિટલ માં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી.
  • તે પછી પુનિત મહેરાને જવાબ દેવા માટે પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા.
  • પાર્થિવ દેહને ભારતમાં પાછો લાવવા માટે ભારતીય દુતાવાસની પરવાનગી જરૂરી હોવાની માહિતી તેમને દેવામાં આવી, તેમજ શબવિચ્છેદનની(Postmortam) પ્રક્રિયા માટે લગભગ મહિના સુધી રાહ જોવી પડે, એમ ડો. પુનિત મહેરાને કહેવામાં આવ્યું.
  • પુનિતે ૧૨ દિવસ ચીન માં રહીને માતાના પાર્થિવદેહને મુંબઈમાં લાવવા માટે સતત ફોલોઅપ કર્યું.
  • શબવિચ્છેદન (Postmortam) કરી ને મૃત્યુ નું પ્રમાણપત્ર દેવા માટે કોઈ તૈયાર નહોતું, ભારતીય દુતાવાસે અસહાયતા વ્યક્ત કરી, આ પરીસ્થીતી માં પુનિતે માતાનું શબ(Deadbody) હોસ્પિટલની શબદરી (Mortuary) માં રાખી ને તે મુંબઈ માં (ભારતમાં) પાછો આવ્યો.
  • મુંબઈ માં આવ્યા પછી પુનિત મહેરાએ પોતાના માસી બબલી અરોરા ની મદદ લીધી.
  • પુનિત અને રીટા મહેરા ના બહેન બબલી અરોરાએ મારા વ્યવસાયિક સહયોગી ડી. પી. સિંગ દ્વારા ૧૫ ફેબ્રુઆરીએ મારો સંપર્ક સાધ્યો.
  • આ વિષય ને તાત્કાલિક અનુસરવા અમે
  • શ્રી મુરલીધરન, વિદેશ રાજ્યમંત્રી
  • સહસચિવ વિદેશ મંત્રાલય ચીન
  • બીજિંગ ચીનના ભારતીય દુતાવાસીઓ સાથે સતત સમન્વય.
  • મારાદિલ્હી કાર્યાલય ના કાર્યાલય સચિવ શ્રી પંકજ બિષ્ટ દ્વારા રોજેરોજ નો સતત સંપર્ક

કૈ.રીટા મહેરા, તેમનો મૃતદેહ ભારતમાં લાવવા માટે દુતાવાસ, ચીનને કરેલો મેલ

કૈ.રીટા મહેરા ના બહેન બબલી અરોરા તેમની પ્રથમ પ્રતિસાદ પછી ની પ્રતિક્રિયા

કૈ.રીટા મહેરા

  • ૨ દિવસમાં ભારતીય દુતાવાસ ના અધિકારી શ્રી અરવિંદ કુમારે અમને તથા શ્રી. પુનિત મહેરા ને માહિતી અને સુચના આપી.
  • વચ્ચે એક સમય એવો આવ્યો હતોકે ચીનના ઝેંગઝોઉં અને બીજિંગ ના સ્વાસ્થ વિભાગ, પોલીસ વિભાગ, વિદેશ મંત્રાલય..... એમના અધિકારીઓએ હાથ ઉપર કર્યાં હતાં. કેટલા અઠવાડીયા લાગશે તે કહેવાય નહીં, આવો જવાબ આપતા હતાં. બીજિંગ ના ભારતીય દુતાવાસ નાં અધિકારી પણ અસહાયતા વ્યક્ત કરતાં હતાં.

ચીન ના ભારતીય દુતાવાસ ના અધિકારી શ્રી અરવિંદ કુમારે પુનિત મહેરા અને અમારા કાર્યાલય ને મોકલાવેલ પત્ર.

  • ભારત સરકાર ના વિદેશ મંત્રાલય, ચીનના ભારતીય દુતાવાસ, અને મારા દિલ્હીના સચિવ પંકજ બિષ્ટ તેમનો  સાતત્ય નો કાર્યપીછો અને ચીન ના સરકારી અધિકારીઓ ના સહયોગ વડે પ્રયત્નોને અંતે યશ મળ્યો.
  • ભારતીય દુતાવાસોએ ૩ માર્ચ ૨૦૨૦ ના રોજ અમને જણાવ્યું કે કૈ. રીટા મહેરાના પાર્થિવ દેહને મુંબઈ લાવવા માટે જોઈતી બધી પરવાનગીઓ ની વ્યવસ્થા થઇ ગઈ છે. હવે મુંબઈ માં મોક્લાવીયે છીએ.
  • ભારતીય દુતાવાસોએ કૈ. રીટા મહેરાનો મૃતદેહ ૪ માર્ચ ના રોજ બપોરે ૩.૦૦ વાગે Etihed flight EY-208 થી મુંબઈ પહોંચશે તેમ અમને જણાવ્યું.
  • ૪ માર્ચ ના દિવસે બપોરે વિમાનમાં મુંબઈ વિમાન મથક પર શબપેટી (Coffin) માં બંધ, કૈ. રીટા મહેરાનો મૃતદેહ આવ્યો. ત્યાંથી વાંદ્રા પશ્ચિમમાં સાંજે ૭.૩૦ વાગે પાર્થિવ લઇ જવા માં આવ્યું.
  • અંતિમ સંસ્કાર માટે સગાં/કુટુંબીઓ માંથી ૩૦ થી ૪૦ લોકો સાંતાકૃઝ પશ્ચિમમાં આવેલ સ્મશાનભૂમી માં કૈ. રીટા મહેરાનું પાર્થિવ શરીર લઇને પહોચ્યાં.
  • કૈ. રીટા મહેરાનાં પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર, સાંતાકૃઝ મુંબઈના હિંદુ સ્મશાનભૂમીમાં કરવામાં આવ્યા. 

સાંતાકૃઝના હિંદુ સ્મશાનભૂમી માં અંત્ય સંસ્કાર

પુત્ર પુનિત મેહરા સતત અમારા સંપર્ક માં હતો.

ઈશ્વર પણ કયારેક આપણી પરિક્ષાલેતો હોય છે

  • પુત્ર પુનિત ૫ વર્ષ ઓસ્ટ્રેલિયા માં કામ પર હતો. તેને ઓસ્ટ્રેલિયા થી મુંબઈ પાછા લાવવાં માટે માતા રીટા મેહરા મેલબર્ન માં ગયા. ત્યાંથી મેલબર્ન બીજિંગ મુંબઈ વિમાન માર્ગે પુત્ર પુનિત સાથે ઘરે આવવા નીકળ્યાં. રસ્તામાં હૃદય રોગ નો હુમલો થયો અને માતા રીટા નું મૃત્યુ થયું. પરંતુ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ આપણા પોતાના ઘરે મુંબઈમાં લાવવું અશક્ય થયું હતું.
  • કોરોના ગ્રસ્ત ચીનમાંથી આવી વિચિત્ર પરિસ્થીતી માં માતા નું પાર્થિવ શરીર મુંબઈ લઇ જવાશે નહીં, એવી નિરાશા સાથે પુનિત મુંબઈ આવ્યો.
  • પરંતુ જિદ્દ છોડી નહીં, અલગ અલગ લોકો ની મદદ માંગી. આવી વિકટ પરિસ્થીતી માં ઈશ્વરે આ સેવા નું કામ કરવાની સંધી અમને આપી.
  • આ ઈશ્વરી કામમાં અમને ભારત સરકાર નાં વિદેશ મંત્રાલય, બીજિંગ ચીનના ભારતીય દુતાવાસ ના અધિકારી ખાસ કરીને શ્રી અરવિંદ કુમારે માનવતાની દ્રષ્ટિએ જે મદદ કરી 
  • ઈશ્વર કૃપાથી આપણે માતા રીટા મહેરા નો પાર્થિવ દેહ મુંબઈ માં લાવી શક્યાં, હિંદુ શાસ્ત્રોક્ત પદ્ધતિથી અંતિમ સંસ્કાર કરી શક્યાં. પરિવારને એક સમાધાન આપી શક્યાં તેનુંજ અમને સમાધાન છે.

કૈ. રીટા મહેરા તેમનો પુત્ર અને પતી