૧૬ ઓગસ્ટ ૨૦૧૯ ના મને એક ફોન આવ્યો તેનું નામ હતું નરેન્દ્ર વિશ્વકર્મા. તેણે કહ્યું,
"સાહેબ, આજે મારા પુર્નજીવન નેબે વર્ષ પુરા થયા, આશીર્વાદ આપજો."
"સાહેબ, આપ અને આપના ઓફિસનાસહકારીઓના પ્રયત્નોને લીધે મને આ નવજીવન પ્રાપ્ત થયું છે." આપ સૌની મહેનતને કારણે બે વર્ષ પહેલાં મુલુંડની ફોર્ટિસ હોસ્પિટલમાં મારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થયું. મારા શરીરમાં એક નવાહૃદયના ધબકારા શરૂ થયા. બે વર્ષ પછી પણ હમણા હુંખુબજ વ્યવસ્થિત રીતે જીવન ગુજારી રહ્યો છું.
થયું એમ કે,
નરેન્દ્ર વિશ્વકર્મા ૨૪વર્ષનોયુવાન પંતનગર ઘાટકોપર, મુંબઇમાંરહે છે.૨૭ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ, પ્રથમજ તેને જરાપણ ચાલે તો દમ લાગવાનીશરૂઆત થઇ. રાત્રેનીંદરમાંપણ શ્વાસ લેવો ભારે થવા લાગ્યો. ઘણાં નિષ્ણાત, ડોક્ટર પાસે ગયો પરંતુ કોઈ નિદાન થતુંનહોતું. અને અંતે ૧૧ઓક્ટોબર,૨૦૧૬ના ડો. પોતદારેનરેન્દ્રને Dilated Cardiomyopathyઆ રોગ થયો છે તેમ નિદાન કર્યું. તે માટે તે જુદી જુદી દવાઓ લેતો હતો. એન્જીયોગ્રાફી કરવા છતાં કોઈપણ બ્લોકેજેસ નહોતા. તેથી તેને નવું હૃયારોપણ કરવુંએજ એકમાત્ર વિકલ્પ છે. એમ ફોર્ટિસના ડો. શ્રી. અન્વય મુળેઅને તેના સાથીદારોએજણાવ્યું.
મુલુંડ ની ફોર્ટિસ હોસ્પીટલે તેમને ૨૦,૦૦,૦૦૦અંદાજીત ખર્ચાનુંકોટેશન
- તેને નવું હૃયારોપણ કરાવવું પડશે તેમ ડોક્ટરોએ નિદાન કર્યું.
- તેની આર્થિક પરીસ્થિતિ ખુબજ નબળી હતી.
- તેના પિતા શ્રી. રામનરેશ વિશ્વકર્મા સુથાર કામ કરનારા મજુર હતા. તેમની વાર્ષિક આવક માત્ર ૮૪,૦૦૦ રૂપિયા.
- ૫ લોકો ઘરનાતેના પર નિર્ભર
- આવી પરિસ્થિતિમાં કોઈનીપણ માનસિક અવસ્થા વિચીત્રજ હોય
- પૈસા ઉભા કરવાનો પડકાર,હકીકતમાંઅશક્ય.
- બીજું કોઈ પણ જ્ઞાન નહીં, ટ્રાન્સપ્લાન્ટ એટલે શું?અવયવ કોણઅપાવી દે?શું કરવું જોઈએ?આ બધી અસહ્ય પરીસ્થીતી માટે આખો પરિવાર ચિંતાગ્રસ્તથયો.
- તે સમયે ફોર્ટિસના તબીબી સામાજિક કાર્યકર શ્રી. સંતોષ સરોટેને શ્રી. રામનરેશ વિશ્વકર્મા જઇને મળ્યાં અને તેમને બધી પરિસ્થિતિઓ જણાવી.
- તેઓએ તેમને ચિંતાકરશો નહી એવો દિલાસો દીધો
- અમુક ટ્રસ્ટના ફોર્મઆપ્યા અને તેમને કહ્યું કે અમે પણ ઘણાંટ્રસ્ટ પાસેથી મદદ મેળવી આપવાનો પ્રયત્ન કરશું
ફોર્ટિસ હોસ્પિટલની અપીલ
- પરંતુ જરૂરી કાગળપત્રમાં એટલે કે આવકનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ વગેરે મેળવવું ખૂબ મુશ્કેલ છે.
- ઘાટકોપરના શ્રી. પરાગ શહાની ઓફિસમાંથી ડો કિરીટ સોમૈયાની ઓફિસની મુલાકાત લેવાનું કહ્યું.
- નીલમનગર, મુલુંડ પૂર્વની મારી ઓફિસમાં હું દર શનિવારે સવારે 10 વાગ્યાથી લોકોને મળું છું. (પબ્લિક ડે)
- માટે તે ૨૭ એપ્રિલ, ૨૦૧૭ ના રોજે મારી પાસે આવ્યા. મેં મારા સાથીદાર (તબીબી પ્રતિનિધિ), શ્રી. નટુભાઇ પારેખનેથોડીવાર માટે આ બાબતે ચર્ચા કરવા બોલાવ્યા અને પૈસા ભેગા કરવાનો નિર્ણય કર્યો.
- મેં શ્રી. રામનરેશ વિશ્વકર્માને ધીરજ આપી, અને તેમનું કામ કરીશ એવી ખાત્રી આપી હતી.
- આપણી સાથે અટલાં લોકો છે અને આપણો પુત્ર સાજો થઈ જશે એવો દિલાસો મળતાજ,મારી ઓફિસના દરેક જણેજોશ સાથે કામ કરવાનું શરૂ કર્યું. એકજ ધ્યેય, નરેન્દ્રને જીવનદાનઅપવા માંટે જોઈતા પ્રયત્નો કરવા.
- પ્રથમ શ્રી. નટુભાઇ પારેખે આવકનું પ્રમાણપત્ર મેળવ્યું.
વિશ્વકર્મા પરિવારના આવકનું પ્રમાણપત્ર
- મુખ્યમંત્રીતબીબી સહાય નિધિ, ટાટા ટ્રસ્ટ, સિદ્ધિવિનાયક ટ્રસ્ટને દેવા માટે લગતા કાગળો જેવાકે ફોર્ટિસ હોસ્પિટલનું કોટેશન, રેશનકાર્ડ, ડો. વિજિતા શેટ્ટીની આર્થિક સહાય માટેની અપીલ વગેરે. આ સંપૂર્ણ સેટ પર મારો(નાણાકીય સહાય માટેનો) વિનંતી પત્ર.આ બધાંનો સેટ બનાવી ને વિવિધ ટ્રસ્ટને આપવા જણાવ્યું.
- મુખ્યમંત્રીના ભંડોળમાંથી ભંડોળ મેળવવા શ્રી નટુભાઇએ ત્યાના અધિકારીઓનેવિષયની ગંભીરતા દાખવી,જેમ બને તેમ જલદી3,૦૦,૦૦૦ રૂપિયાનો ચેક ફોર્ટિસ હોસ્પિટલના નામે મેળવ્યો.
- વિવિધ ટ્રસ્ટ માંથીમદદ મળવાનીશરૂઆત થઈ. એટલે કે ટાટા ટ્રસ્ટે ૫ લાખ ૯૮ હજાર, સિદ્ધિવિનાયક ટ્રસ્ટે ૨૫,૦૦૦ રૂપિયાની મદદ કરી.
- તે પહેલાં શ્રી. નટુભાઇફોર્ટિસ હોસ્પિટલનાસંબંધિત ડોકટર,સ્ટાફનેમળ્યા અનેઆગળની સારવાર શરૂ કરવી તેમ કહ્યું,પૈસાની વ્યવસ્થાડો. કિરીટ સોમૈયાના માર્ગદર્શન હેઠળ થાય છે એવીખાત્રીઆપી.
- આમાટે ઇચ્છિત અવયવ મેળવવાનાનિયમ મુજબ દર્દીના કાગળપત્રો સહીતજે. જે. હોસ્પિટલનાZonal Transplant Co-ordination Centre (ZTCC)માંજઈને નામ નોંધાવ્યું.
- ત્યાં જાણકાર ડોકટરોની એક સમિતિ હોય છે. આ સમિતિદર્દીના બ્લડ ગ્રુપ થી લઈને અન્ય જરૂરી તબીબી માહિતી એકઠી કરીને, તેનીનોંધ રજીસ્ટર માં કરે છેઅને ફોર્ટિસ હોસ્પિટલમાં (તે હોસ્પિટલ જ્યાં ઓપરેશન કરવવાનું છે) હૃદય એઅવયવજોઈએ છે તેની નોંધણી કરે છે. ત્યારબાદ દર્દીને અવયવ મેળવવા માટે નંબર આપે છે.
- ZTCC સંસ્થા ટ્રાન્સપ્લાન્ટ નોંધણી પુસ્તક તૈયાર કરે છે અનેદરેક અવયવ માટે પ્રાપ્ત કરનારની કમ્પ્યુટરાઇઝ્ડ પ્રતિક્ષા યાદી બનાવીને તેમનો નંબર આવે એટલે તેમને જાણ કરે છે.
- અવયવ દાનના નિયમો અને શરતો http://www.ztccmumbai.org/ztcc/ આ લીંક પર ઉપલબ્ધ છે.
અવયવ દાન કોણ કરી શકે-
- ઘણી વાર અકસ્માતમાં વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થાય છે. અમુક સમયેઅકસ્માત વધુ ગંભીર હોવાથી ડોકટરો દર્દીના મગજને મૃત (Brain Dead) જાહેર કરીને તેમના પરિવારને એવી સલાહ આપે છે કે તે હવે વધુ બચશે નહીં. તે Life Saving Supportથી થોડા કલાકો સુધી જીવી શકે.
- આવે સમયેદર્દીના સંબંધીઓને બોલાવીને, અવયવ દાનનું મહત્વ સમજાવી, તેમનેઅવયવોનું દાન કરવા પ્રેરિત કરાયછે. જો તમે અવયવોનું દાન કરશો, તો કોઈને પણ જીવનદાનમળીશકે.
- આવે સમયે જે કુટુંબમાં આવા ભયંકર અકસ્માત થાય છે, તે વખતે તેઓ તેમનું માનસિક સંતુલન જાળવીને,પોતાની નજીકની વ્યક્તિ જાય છે, જવા ખાતે જમા છે.પણ તે વ્યક્તિ થકી હજી અર્ધો ડઝન લોકોને એક સારૂ જીવન મળી શકશેઆ વિચારથી તે ડોકટરો અને હોસ્પિટલોને અવયવ દાન માટે લેખિત પરવાનગી આપે છે.
જે.જે.હોસ્પિટલ માંથી મળેલી માહિતી
- પરવાનગી આપ્યા પછી, તે અવયવ કાઢીએ,તો તેને૬ થી ૮ કલાક સુધી સાચવી શકાય.
- આ માટેજે હોસ્પિટલમાં આ અવયવ સાચવવાની વ્યવસ્થા હોય ત્યાં લઈ જવું પડે છે.
- પછી જે હોસ્પિટલમાંઅવયવ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે. તેની માહિતી આખા દેશમાં એકત્રિત કરવામાં આવે છે.
- તેનો ક્લિનિકલ રિપોર્ટ અને જેનું અવયવ કાઢેલું છે, તે દર્દીનો રિપોર્ટ મળે છે કે તેની તપાસ કરવામાં આવે છે.
- તરતજ તેનેલગતીહોસ્પિટલનો સંપર્ક કરવામાં આવે છે.
- તે જરૂરિયાતમંદ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.
- અને તે અવયવ ગ્રીન કોરિડોરનીસંકલ્પનામાં લાવવામાં આવે છે આમાં Air Ambulance, Ambulance, પોલીસ, ટ્રાફિક પોલીસ,Airport Authority તેમની એક ટીમ બનાવી જરૂરી અવયવ સાથે તે રવાના થાય છે.તે સમયેનિર્ધારિત રસ્તોટ્રાફિક પોલીસદ્વારા મુક્ત રાખવામાં આવે છે, અને અન્ય વાહનચાલકોને સમજાવીને બાજુમાં વાહનો પાર્ક કરવામાટે કહેવામાં આવે છે.
- ત્યાં સુધી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર (OT) માં ડોકટરોની એક ટીમ તૈયાર હોય.
- ફોર્ટિસ હોસ્પિટલમાં અત્યાર સુધી ૫૦હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનીશસ્ત્રક્રિયાકરવામાં આવી છે.
નરેન્દ્ર વિશ્વકર્માના કિસ્સામાં, તે ૨૭એપ્રિલ ૨૦૧૬થી અવયવ મળવાની લાઈનમાં હતા. પરંતુ દર વખતેકાંઈને કાંઈ તકલીફ આવતીઅને એક દિવસ ૧૬ ઓંગસ્ટ ૨૦૧૭ના રોજ, તેને તાત્કાલિક ફોર્ટિસમાં દાખલ થવા માટે ફોન આવ્યો. તદનુસાર, તે સાંજ પછીપહોંચ્યો અને તેની તપાસ શરૂ થઈ. કારણ કે કોલ્હાપુરના એક ૨૨ વર્ષીય યુવતીનું મુંબઈ પુના એક્સપ્રેસ રોડ પર અકસ્માત થઇતેના માથાનેગંભીર ઈજા થવા થીતેની સારવાર પુનાના રૂબી ક્લિનિકમાં ચાલી રહી હતી.પરંતુ કમનસીબે ડોક્ટરે તેના મગજને મૃત જાહેર કરી અને સંબંધીઓને કહ્યું કે તે જીવ બચાવના ઉપકરણોથી અલ્પ સમય જીવી શકે.
ત્યારે તબીબી સમાજસેવકે સબંધીઓને આવીને અવયવ દાન અંગે માહિતી આપી. પરંતુ આ સમયે શું નિર્ણય લેવો, તે પણ થોડી ક્ષણોમાં,એ ખૂબ પીડાદાયક હતું. તેમ છતાં, તેઓએ અવયવ દાનનોનિર્ણય લીધો. અને વિવિધ ગરજુસમિતિઓએ પોતાની જરૂરિયાતજણાવી તેથી તેમના ફેફસા ચેન્નઈ મોકલવામાં આવ્યા.
૧૭ ઓગસ્ટના રોજ મધરાત્રે૧.૪૭વાગે, યુવતીનું હૃદય લઈને પુનાની રૂબી હોલ હોસ્પિટલના ડોકટરોની ટીમ રસ્તા માર્ગેરવાના થઈઅને ૧૪૩કિલોમીટરની મુસાફરીગ્રીન કોરિડોરની સંકલ્પનાનુસારફક્ત ૧કલાક ૪૯મિનિટમાં પૂરી કરી ને એટલે કે સવારે ૩.૩૬વાગે ફોર્ટિસ હોસ્પિટલમુંબઇમાં સંભાળીનેલાવવામાં આવ્યું.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ખબર
નરેન્દ્ર વિશ્વકર્માને ૧૬ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ રાત્રે ૧૦.૩૦વાગેફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કર્યાં.હૃદયને બપોરના ૩.૩૬ની આસપાસ લાવવામાં આવ્યું હતું અને શસ્ત્રક્રિયા રાત્રે૧.૩૦વાગ્યાથી સવારે ૮વાગ્યા સુધી ચાલુ રહી હતી. લગભગ ૬.૩૦કલાકચાલુહતી. ત્યારબાદ તેને ICU અને Special Room માં૧૫દિવસ રાખવામાં આવ્યો હતો.
- , ૨૦૧૭ના રોજ તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. પછીઘણાં સૂચનો અને આહાર પથ્ય આપીને ઓછામાં ઓછા ૬મહિના ઘરની બહાર ન નીકળવાનું કહ્યું અને આસપાસ ફરકનારાસબંધીઓને પણ છેટાં રાખવામાં આવ્યા. કારણ કોઈપણ પ્રકારે જંતુસંસર્ગથી ઉધ્ભ્વનારા રોગોથી તેને નુકસાન ન થાય.
આ માટે ડો. અન્વયમૂળે અને તેમનાસહકારી ડો. આશિષ, ડો. ઉપેન, ડો. જાધવ, ડો. સંદીપ અને તેને લગતા સ્ટાફના સભ્યોએ આ કામગીરીને સફળ બનાવી હતી.
ડિસ્ચાર્જ સર્ટિફિકેટ
આ રીતે, ઓપરેશન થયા બાદ૯મહિના પછીતે ઘરમાંથી બહાર નીકળીને સીધો મારી પાસે પ્રેમ થી મીઠાઈ લઈને મળવા આવ્યો, મારા પગ પકડીને આશિર્વાદ માંગ્યાતેની સાથે તેમના પિતા પણ હતા. તેનીઅને હાજર રહેલા દરેકની આંખો આનંદથી છલકાઈ ગઈ.
નરેન્દ્રએ આપેલો પેંડોતે મારા જીવનના સૌથી મીઠા પેંડામાંનો એક હતો/છે.
નરેન્દ્ર અને તેના પિતા મારા કાર્યલયમાં
આજે નરેન્દ્ર અંધેરીમાં કામ કરી ને પોતાનો અને દવાનો ખર્ચોપૂરો થાય એટલો પગાર મેળવે છેઅનેપોતાના શરીરમાં બીજાનું હૃદય બેસાડી જીવનની ગાડીનાધબકારા ચાલે છે, આનંદથી જીવન જીવે છે.
જે જે લોકો, સંસ્થાઓ, ડોકટરો, મારા સાથીદાર શ્રી. નટુભાઇ પારેખ (દેવદૂત), ફોર્ટિસ હોસ્પિટલના સામાજિક કાર્યકર શ્રી. સંતોષ સરોટે, શ્રી. અતુલ શાહ, શ્રી. અશોક રાય, શ્રી. ગોલાટીયા અને અસંખ્ય અન્ય લોકોના સહકાર વડેજમેં આ ખૂબ જ મુશ્કેલ કાર્યને ૨૭ એપ્રિલ ૨૦૧૭ ના રોજ નક્કી કર્યા પ્રમાણે ૧૭ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ પૂર્ણ કરી શક્યો.
કોઈને પણ જીવનદાન દેવાની આ બધાંઓને જે તક મળી, તે બધાંના ભાગ્ય માં હોતી નથી, ફક્ત કુદરતજ તે નક્કી કરે છે.
પરંતુ તેમાંથી જે સુખ અને સંતોષ મળે છે તેની તુલના ભૌતિક વિશ્વમાં કોઈની સાથે થઈ શકતી નથી.
આ બધા સીધી કે આડકતરી રીતે નરેન્દ્રની હાર્ટ સર્જરી માટે સખત મહેનત કરી છે. તે બધાંને મારી મન:પૂર્વક શુભેચ્છાઓ!
સારાંશ:
- જીવવાનીજબરદસ્તજીદ્દ
- પ્રયત્ન કરવાની પરાકાષ્ઠા
- આવનારા સંકટોનો સામનો કરવાની હિંમત
- એવા લોકો માટે અનેક હાથ અગળઆવે
- યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન
- નાણાકીય સહાય
- ડો. અન્વય મુળેની ટિમ અને ફોર્ટિસ હોસ્પિટલનું સર્વોત્તમ સહકાર્ય
- અવયવપ્રત્યારોપણ કરી લેનારા દર્દી અને આપણા પ્રિય વ્યક્તિના મૃત્યુનું દુઃખ સહન કરીને, બીજાને જીવદાન દેવા માટે અવયવ દાન કરનારા અને દેવદૂત સમાન ડોક્ટર્સ.બધુંજ અકલ્પિત,તેઓ સર્વેને સલામ.
- ગ્રીન કોરિડોરમાં લગભગ ૪૦૦ટ્રાફિક પોલીસ અને જનતાનું સહકાર્યતેથી ૧૪૩ કિમીનું અંતર પુનાથી મુંબઈફક્ત ૧કલાક ૪૯મિનિટમાં સમાપ્ત કર્યું.
- અમારી સાથે બધાનોધ્યેય એકજહતો. નરેન્દ્ર વિશ્વકર્માને નવજીવન આપવું.