આજ મને મારા મોબાઈલપર એક એસએમએસ આવ્યો.
“તમારા બધાના હોવાથીજ મારું આયુષ્ય પરિપૂર્ણ છે. દરેકે મને કાંઈપણ આપ્યું છે, શીખવ્યું છે. Thank you so much guys for being there in my life... તમે બધાંજ મારા આયુષ્યમાં મહત્વના છો.”
મહેંદ્ર પિતળેનો આ સંદેશ આપઘાતમાં જખમી થયેલાં, હાથ પગ ગુમાવેલા આવા લોકો માટે એક આદર્શ થયેલ છે. ૨૦૦૬ ના મુંબઈ રેલ્વેપરના આતંકી હુમલામાં મહેંદ્રનો હાથ ગયો. આજ ૩૦ નવેમ્બર ૨૦૧૯ ના દિવસે તેને મને મેસેજ મોકલાવ્યો, ધન્યવાદ!
મહેંદ્રએ મોકલાવેલો મેસેજ
અમેરિકામાં 30 નવેમ્બરનો આ દિવસ “અભાર પ્રદર્શન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આપણા જીવનમાં જેણે આપણને મદદ કરી હોય તે વ્યક્તિનો આભાર માની કૃતજ્ઞતા વ્યક્ત કરાય છે તે દિવસે જેણે આપણને મદદ કરી હોય તેને યાદ કરી તેનો આભાર માનીયે છીયે. ૩૦ નવેમ્બરની સાંજે મહેંદ્રનો મને આભાર પ્રદર્શનનો (થેંક્સ ગિવિંગ) મેસેજ આવ્યો.
૨ ડિસેમ્બરે હું બેલગામ મારા સગાના લગ્નમાં ગયો હતો અને ત્યાં મહેંદ્રનો ઓળખીતો મિત્ર મળ્યોને તેના થકી મને જણાયું કે મહેંદ્રની માતા ૨૮ નવેમ્બરે સ્વર્ગવાસી થયા હતા. માતાનું દુઃખ હોવા છતાં ૩૦ નવેમ્બરે મહેંદ્રએ થેંક્સ ગિવિંગનો મેસેજ મોકલાવ્યો તેનું મને ખરેખર આશ્ચર્ય થાયછે.
ગયા ૧૩ વર્ષોમાં કયારેક ક્યારેક મહેંદ્ર મને આવા મેસેજ મોકલાવતો હતો. આ વખતે તેનો ધન્યવાદનો મેસેજ એ માટે હતો કે, હવે રેલ્વેમાં તેને યોગ્ય કામ મળ્યું, થોડા અઠવાડીયા પહેલાં મહેંદ્રને જોઈતી નોકરી પશ્ચિમ રેલ્વે મેનેજરના ચર્ચગેટના મુખ્યાલયમાં કલાર્ક માટેની તેની પોસ્ટિંગ થઈ. ૧૩ વર્ષપછી ફરી એકવાર મહેંદ્રએ સમાધાન વ્યક્ત કર્યું.
કોણ છે આ મહેંદ્ર પિતળે?
- મહેંદ્ર પિતળે ૧૧ જુલાઈ ૨૦૦૬ માં મુંબઈ માં જે રેલ્વે નો સિરીયલ બોમ્બ બ્લાસ્ટ થયેલ તેમાંનો એક ઘાયલ વ્યક્તિ.
- ૨૦૦૬ ના જોગેશ્વરી સ્ટેશન પર થયેલા બોમ્બ બ્લાસ્ટ માં મહેન્દ્રએ પોતાનો ડાબો હાથ ગુમાવ્યો હતો.
- તે ફાઈન આર્ટીસ્ટના વ્યવસાય માં હોવાને કારણે સ્વાભાવિકજ તેને બંને હાથો ની જરૂર પડેજ.
- કલ્ચર, કાર્વિંગ, આર્કીટેક્ચર સંબંધિત એવી એક ફર્મ માં તે નોકરી કરતો હતો.
- માતા પિતા અને બે ભાઈ એવું તેનું કુટુંબ. કુટુંબ નો સર્વ ભાર તેના પર અને એવામાં તેણે પોતાનો હાથ ગુમાવ્યો.
- લગભગ ચાર – છ મહિના તે અત્યંત નિરાશાવસ્થા માંજ હતો.
- બ્લાસ્ટ થયા પછી થોડા દિવસો માં તેનો મારાથી સંપર્ક થયો.
- તેની સાથે બોલતા બોલતા ધ્યાન માં આવ્યું કે ઓટોબોક કંપની માંથી તેને ઈલેકટ્રોનીક હાથ આપી શકાય, જેની મદદ થી તે પોતાનું ફરી નવજીવન શરુ કરી શકશે. જીવી શકશે.
- આ બોમ્બ બ્લાસ્ટ માં જેના હાથ, પગ ગયા છે એવાઓને ઓટોબોક કંપની માંથી આધુનિક હાથ, પગ મેળવી અપાયાં હતા.
આધુનિક કૃત્રિમ હાથથી મહેન્દ્ર
- આ મોર્ડન ઈલેકટ્રોનીક હાથવડે તે થોડો એવો ખુશ થયો, પણ આ હાથ થી તે જે પ્રકારનું કામ કરતો હતો એટલે કે કાર્વિંગ, પેન્ટિંગ આ કામો કરવાનું મુશ્કેલ થવા લાગ્યું.
- ત્યાર બાદ મહેંદ્ર પ્રોસ્થેટિક્સ મેન્યુફેક્ચરિંગ કંપનીના લોકોને મળવા ગયો. તેમણે અપંગ લોકો ના કાંઈ થોડા વીડિઓ તેને બતાવ્યા તે જોઇને તેનું મનોબળ વધ્યું .
- બોમ્બ બ્લાસ્ટ પછી જયારે તે ફરી કામ પર હાજર થયો ત્યારે તેના શેઠે કહ્યું કે તું કોમ્પુટર પર કામ કર, બાકીના કામો જે બે હાથ થી થાય તે તને કરતાં આવડશે નહી, ફાવશે નહીં.
- પછી તે કોમ્પુટર પર કામ કરવા લાગ્યો, અડધા પગારમાં કામ કરવાની શરૂવાત કરી.
- તેજ દરમ્યાન આ બોમ્બ બ્લાસ્ટમાં જે અપંગ વ્યક્તિ હતાં તેમને રેલ્વેએ નોકરી દેવાનું જાહેર કર્યું હતું. મહેંદ્રનાં તેને લગતાં બધાં કાગળો ની પૂર્તતા ૨૦૦૮ માંજ થઇ હતી.
- તેના અને અમારા રેલ્વે ની નોકરી ને માટે નાં ઘણાંજ પ્રયત્ન શરૂ હતાં, પશ્ચિમ રેલ્વે ની ડી. આર. એમ. ઓફીસ, જી. એમ. ઓફીસ, રેલ્વે મીનીસ્ટર ઓફીસ તેમની સાથે સતત સંપર્ક, પત્ર વ્યવહાર ચાલુજ રાખેલ હતો.
- ડીસેમ્બેર ૨૦૧૫ મહેંદ્ર ને પશ્ચિમ રેલ્વે માં ખલાશી ના પદપર ગ્રૂપ ડી માં નોકરી મળી.
પશ્ચિમ રેલ્વે માં ગ્રૂપ ડી માં નિમણુક થવાનો પત્ર
- રેલ્વેએ તેની નિમણુંક કોચકેયર સેન્ટરમાં કરી, તેણે થોડા દિવસ ચીવટ પૂર્વક અઘરું /મહેનતનું કામ સુદ્ધાં કર્યું પણ તે તેને વધારે દિવસ શક્ય થયું નહીં. તેને યોગ્ય હોય તેવા ઠેકાણે તેની બદલી થવી એવા પ્રકાર ની અરજી તેણે પશ્ચિમ રેલ્વેનાં જનરલ મેનેજરને કરી.
ગ્રુપ ડી માંથી સી માં બદલી નો મહેંદ્ર નો પત્ર
- પશ્ચિમ રેલ્વેનાં જનરલ મેનેજરને પત્ર લખીને પણ કાંઈજ હાલચાલ થતી ન હોવાનું સમજાયાથી તે ફરી મારી પાસે આવ્યો ને મને વિનંતી કરી કે, “સાહેબ મારી બદલી ગ્રૂપ ડી માંથી ગ્રૂપ સી માં થવા માટે સહકાર્ય કરો.”
- તે પ્રમાણે મેં પશ્ચિમ રેલ્વેનાં મહાવ્યવસ્થાપક (GM) અને વિભાગીય રેલ્વે વ્યવસ્થાપક (DRM) ને પત્ર લખી જણાવ્યું કે મહેંદ્ર એ મૂળભૂત રીતે એંક આર્ટીસ્ટ અને કમ્પુટરનો વાપરનાર હોવાથી ગ્રૂપ ડી ના કામમાં તેની કાર્યક્ષમતા નો રેલ્વેને પૂર્ણપણે ઉપયોગ થતો નથી.
ગ્રૂપ ડી માંથી ગ્રૂપ સી માં બદલી કરવા માટે પશ્ચિમ રેલ્વેનાં જનરલ મેનેજરને લખેલો પત્ર
- ત્યારે તેને ગ્રૂપ સી માં કલાર્ક ના કામ માટે નિમણુંક કરવી અને તેને એમ પણ કહ્યું કે જો આવા દિવ્યાંગોને રેલ્વે ઓપરેશન સબંધિત કામ દેવાય તો મહાવ્યવસ્થાપકોને કામગારોની આવડતાનુસાર કામ સોપવું શક્ય બને, આવા પ્રકારનો પત્ર રેલ્વે મંત્રાલયે મોકલાવ્યો.
ભારતીય રેલ્વે મંત્રાલય નો દિવ્યાંગો માટે યોગ્ય કામો દેવા બાબત નો પત્ર
- બહુજ પ્રયત્નો પછી આખરે મહેંદ્રને ગ્રૂપ સી માં બદલી મળી અને હમણાં તે કામ કરે છે.
ગ્રૂપ સી માં સ્થાનાંતરિત કર્યાંનો પત્ર
- નોકરી કરતાં પણ તે શાંત બેઠો નહીં, મહેન્દ્રે હાથ ગુમાવ્યા પછી પોતાની નવી ઓળખ ઉભી કરી, નવું વિશ્વ તૈયાર કર્યું, નવી દિશા નક્કી કરીને તે દિશામાં વળ્યો.
- ફરી તેણે હતાશા માં ગર્ત ના થવાનો નિર્ણય કરીને તે રોયલ એનફિલ્ડ બુલેટ રાયડર્સનાં ગટમાં સામીલ થયો અને જાગૃતી કરવા માટે ક્રોસ કન્ટ્રી ટુર્સ કરવાની શરૂઆત કરી. છેટ લડાખ સુધી તે બાઈક પર જઈને આવેલ છે.
- મહેંદ્રએ હંમેશા જેણે આપઘાત માં એકાદો અવયવ ગુમાવ્યો હોય તેવા વ્યક્તિ ને જઈ ને મળવું, તેને પ્રોત્સાહિત કરવું તેમને ઈલેકટ્રોનીક અવયવો કેમ વાપરવાં, નવું આયુષ કઈ રીતે ઘડાવી શકાય, કેવી રીતે જીવાય તેની માહિતી આપવાનું કામ શરુ કર્યું. તેથી આવા વ્યક્તિઓને એક માનસિક આધાર પૂરો પાડે છે.
- તેમજ દર વર્ષે ૧૧ જુલાઈએ ના ભૂલતાંતે મારી સાથે રેલ્વે આપઘાત નો ભોગ બનેલાઓ ની પુણ્યતિથી નિમિત્તે માહીમ નાં શ્રધાંજલી કાર્યક્રમમાં સામીલ થાય છે અને પીડિતોના સગાંઓને સાંત્વના આપે છે.
શ્રધાંજલી કાર્યક્રમમાં ઉપસ્થિતી
એકાદાને આયુષ્ય માં ફરી ઉભાં કરી તેનું જીવન યોગ્ય માર્ગે લગાડવું તેમાં એક અનોખુંજ સમાધાન મળે છે.