Return to site

મને પણ સાંભળવુ છે

કિરીટ નામા ૧૪

· Gujrati

૯ વર્ષનો રેહાન અને ૧૧ વર્ષ ઈરફાન તેમને જન્મથીજ સંભળાતું નથી. શરૂઆતના બે ચાર વર્ષમાં માતાપિતાને સમજાતું નથી કે આપના બાળકોની શું સમસ્યા છે. પછી મોટા ડોક્ટર ENT સ્પેશાલીષ્ટ ને બતાવ્યા થી સમજાય એટલામાં તો બાળક ૫ વર્ષનું થાય છે.

ચાર પાંચ વર્ષનું બાળક થયા પછી તેને કાનનું મશીન અથવા Cochlear Implant ઓપરેશન કરવા બાબત નિર્ણય થાય ત્યાં સુધી બાળકો હજી મોટા થાય છે. આપણાં દેશ માં બહેરાપણું કે તે બાબત એટલી જાગૃતતા નથી. તેને લીધે અનેક બાળક જેને સંભળાતું નથી કે બરોબર સંભળાતું નથી તેનું પ્રમાણ વધી રહ્યું છે.

    આવીજ રીતે વરિષ્ઠ નાગરિકની ઉમર ૬૦ વરસની ઉપર થઇ કે માણસોના વિવિધ અવયવો ઘસાતાં જાય ગોઠણોનું ઓપરેશન કરાવવું પડે, અખોનું મોતિયાનું ઓપરેશન કરાવવું પડે..... લગભગ ૪ વરિષ્ઠ નાગરિકોમાંથી એકને સંભળાતું નથી હોતું. તેમના માટે પણ અમારો એક પ્રકલ્પ (પ્રોજેક્ટ) છે. ભારતીય જનતા પાર્ટી અને યુવક પ્રતિષ્ઠાનતરફ થી છેલ્લા ૨ વર્ષથી “એકા સ્વ્ભીમાનાને” આ વરિષ્ઠ નાગરિક માટેના પ્રકલ્પમાં, રૂપીયા ૧૦,૦૦૦ નું કાનનું સાંભળવાનું મશીન, નજીવા એવા દાનસ્વરૂપી કિંમત (૫૦૦ રૂપીયા) માં દેવાનો અમારો ઉપક્રમ ચાલુ છે. હજી સુધી હજારો નાગરિકોને આવી મશીનો આપવામાં આવી છે.

પરંતુ જે નાનું બાળક જેને જન્મથીજ સંભળાતું નથી તેને જે કાનનું મશીન દેવું પડે છે તે મોંઘુ હોય છે. ૯૦% શ્રવણદોષ ધરાવતા બાળકોને જો કાનનું મશીન દેવું હોય તો બને કાનના મશીનની કિંમત બજારમાં ક્યારેક ૨ લાખ થી ૪ લાખ સુધી હોય છે.

અમે છેલ્લી દિવાળીથી

"મને પણ સાંભળવુ છે" નાના બાળકો માટે આ પ્રકારના શ્રેષ્ઠ, Best કાનના મશીન આપવાની પ્રકલ્પ શરૂ કર્યો. વિશ્વની ટોચની હિઅરીંગ એડ કંપની સ્ટાર કીના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી. રોહિત મિશ્રા સાથે આ વિષયે ચર્ચા કરી. સ્ટાર કી કંપનીએ સ્ટાર કી ફાઉન્ડેશન અને યુવક પ્રતિષ્ઠાને સંયુક્તરિતે કેટલાક બાળકોને ખૂબ ઓછા દરે આવા મોંઘા મશીનો અત્યંત અલ્પ કિંમતમાં આપવાના મુદ્દા પર ચર્ચા કરી હતી.

બેચાર લાખનું મશીન પાંચથી પચીસ હજારમાં (પાલકોનું નામમાત્ર યોગદાન/Contribution) આપી તે બાળકનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનો અમારો પ્રયાસ. આ પ્રકલ્પ “મને પણ સાંભળવુ છે” માટે દાતાઓ યુવક પ્રતિષ્ઠાનને સહાય કરી રહ્યા છે.

કુર્લા, જરીમરીમાં રહેતા શ્રી પપ્પુ ખાન, તેઓં તેમના પુત્રો કુમાર ઇરફાન અને રેહાનના અપંગતા પ્રમાણપત્રનું નવીનીકરણ કરવા માટે જે. જે. હોસ્પિટલમાં ગયા હતા. ત્યારે તેમણે અમારી સંસ્થાનું “જેષ્ઠ નાગરિક શ્રવણયંત્ર વાટપ” શિબિરનું પત્રક જોયું. અને અમારા કાર્યાલયમાં સંપર્ક કરીને માહિતી મેળવી. ૧૦ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ તેઓં બને બાળકોને લઈને અમારા કાર્યાલયમાં આવ્યા.

ત્યારે તેઓંએ મને કહ્યું કે તેમના બંને બાળકોને જન્મથીજ ખુબ ઓછું સંભળાય છે. મેં તેમને કહ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા પ્રાપ્ત થતા મશીનો ફક્ત વરિષ્ઠ નાગરિકો માટે છે, તેથી નાના બાળકો ને તે ચાલશે નહીં. પરંતુ તેમણે કહ્યું હતું કે, ૨૦૧૮ માં બંને બાળકોને અલી યાવર જંગથી મશીન મળી હતી. પરંતુ તેઓને જોઈએ તે પરિણામ મળ્યા નહીં.

પપ્પુ ખાનની અરજી

broken image

શ્રી. પપ્પુ ખાન તેની પત્ની સાથે રેહાન અને ઇરફાનને લઈને મારી પાસે આવ્યા. તે બંને બાળકોને જોઈને હાજર રહેલા દરેકની આંખોમાં આંસુ આવી ગયા. ઇરફાનને થોડું થોડું 'લિપ રીડિંગ' એટલે કે આપણે આપણા હોઠોની હિલચાલ દ્વારા શું બોલીએ છીએ તે સમજવાની કળા આવડતી હતી. તે ત્રુટક જવાબ આપવાનો અને બોલવાનો પ્રયત્ન પણ કરી રહ્યો હતો. નાનો રેહાન હોઠ વાંચન શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

બંને બાળકો અને તેમના માતાપિતાની જીદ્દને જોયા પછી અમે સંકલ્પ કર્યો કે રેહાન અને ઇરફાનનું તો ભવિષ્ય ઉજ્જવળ થશે અને તેજ પરિવાર અને માતાપિતાના પ્રયત્ન કામે લાગશે.

અમે સ્ટાર કી કંપનીને સ્ટાર કી ફાઉન્ડેશન અને યુવક પ્રતિષ્ઠાનના સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ રેહાન અને ઇરફાનને મશીનો આપવાનું નક્કી કર્યું.

શ્રી. રોહિત મિશ્ર, મુખ્ય કાર્યકારી અધિકારી સ્ટાર કી ને લખેલો પત્ર

broken image

બંનેના ઓડિઓગ્રામ કાઢી જોવામાં આવ્યા.

ઈરફાનનો ઓડિઓગ્રામ

broken image

રેહાનનો ઓડિઓગ્રામ

broken image

૯૦% કરતા વધારે દોષો શ્રવણશક્તિ (Hearing Loss) માં મળ્યાં છે. તેનો અર્થ એ કે તેમને ટોપ ક્લાસના મશીનો આપવાના જોશે. આ માટે અમે વિવિધ દાતાઓને અપીલ કરી. બિઈંગહ્યુમન ફાઉન્ડેશનને પણ ૪૦,૦૦૦ રૂપિયાની મદદ કરી. થોડા પૈસા પપ્પુ ખાને આપ્યા. બાકીના પૈસા અમે યુવક પ્રતિષ્ઠાનને આપ્યા. હિઅરીંગ લોસ ચેક કરવું, કાનનું માપ લેવું, મશીનનું ટેસ્ટીંગ કરવું આ બડી પ્રક્રિયા પૂર્ણ કરીને ૧૮ સપ્ટેમ્બરે રેહાન અને ઇરફાને સ્ટાર કીના ટોપ મોડેલના મશીનો સોપ્યા. ઇરફાન અને રેહાને દસ દિવસ સુધી કંપનીના ઇએનટી નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ મશીનનો વાપરવાની શરૂઆત કરી.

તે પછી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ શ્રી. પપ્પુ ખાન તેમની પત્ની અને બાળકો સાથે મને મળવા આવ્યા. તેમના ચહેરા પર કૃતજ્તાનું સ્મિત જોઈને ખુબ સમાધાન મળ્યું. તેમને તેમના આગામી સફળ જીવનની શુભકામનાઓ આપી.

છેલ્લા ૨ વર્ષોમાં અમે “મને પણ સાંભળવુ છે” નાના બાળકો માટે તેમની શ્રાવણશક્તિ સુધારવા માટે કાનનું મશીન દેવાનો પ્રોજેક્ટ કરી રહ્યા છીએ.

‘એકા સ્વાભિમાનને’ આ કાર્યક્રમમાં સારૂ સાંભળવાનું મશીન આપી તેમનો સ્વાભિમાન તથા આત્મવિશ્વાસ પાછો આપવાનો પ્રકલ્પ પણ ચાલુ છે.

સારાંશ:

  • આનંદ અને સમાધાન એ છે કે સરકારી જે. જે. હોસ્પિટલમાં કોઈપણ પાલક આપણાં બાળકોને લઈ જાય છે અને તે સમયે ત્યાંના વ્યવસ્થાપન પાસે એક ફક્ત પત્રક જોઇને કિરીટ સોમૈયા કાર્યાલયમાં દોડતાં આવે, તેજ સમાજનો અમારા પરનો વિશ્વાસ.
  • અમારા જેવા જેવાઓએ આવો એખાદો પ્રકલ્પ હાટમાં લીધાની ભેગું સ્ટાર કી જેવ્હા ઇન્ટરનઁશનલ/મલ્ટીનઁશનલ કંપની  તેમના મુખ્ય કાર્યકારી અધિકારી (દિલ્લી) શ્રી. રોહિત મિશ્રાએ અમારા ઉપર એટલો વિશ્વાસ વ્યક્ત કરો સંયુક્ત પ્રકલ્પ માટે સહકાર્ય/સમર્થન આપવું.
  • અલગ અલગ ખાનગી ટ્રસ્ટ અને CSR માંથી લોકોને શ્રવણશક્તિ પછી આપવી અને તેનાવડે હાસ્ય તથા આત્મવિશ્વાસ આપવો તે માટે સર્વ પ્રકારની મદદ કરવી.
  • શ્રી. પપ્પુ ખાન જેવા પાલક જીદ્દથી પોતાના બાળકોને તેમની શ્રવણશક્તિ મેળવી દઈ તેમના ચહેરા પરનું હાસ્ય અને તેજસ્વી ભવિષ્ય માટેની  જીદ્દપૂર્વક પ્રયત્નોની પરાકાષ્ઠા.

આ પ્રકારના આવા વિધાયક કામથી બીજાના ચહેરા પર સ્મિત જોઈને રાજકારણની કડવાશને હરાવી, ફરીથી જીદ્દથી સમાજનું ઋણ ફેડવાના પ્રયત્ન કરવા માટેના અમારા સંકલ્પને પ્રેરણા આપે છે. સમાજ માટે કંઇક કરવાનો આનંદ આપણો વિશ્વાસ/જિદ્દ બમણો કરે છે.

રેહાન અને ઈરફાન સાથે કિરીટ સોમૈયા

broken image