“હું ફરીથી ચાલીશ”
સરકારી અધિકારી (એમપીએસસી/યુપીએસસી) બનવાનું સ્વપ્ન સેવતી સાયલી પરીક્ષાની તૈયારી કરતી વખતે તેનું નસીબ ક્ષણ માત્રમાં અંધકારમય થઈ ગયું.
૨૦ ઓક્ટોબર, ૨૦૧૬ ના રોજ, પુના જિલ્લાના જુન્નર તાલુકામાં રહેતી સાયલી ઢમઢેરે (ઉમર ૨૨) યુપીએસસી પરીક્ષાની તૈયારીમાં કલ્યાણ સ્ટેશન પર રેલ્વે ટ્રેનમાં ચઢવાટાણે તેણે સંતુલન ગુમાવ્યુ. પળભરમાં બને પગ પરથી ટ્રેનના પૈડાં ફર્યા. સાથે સાયલીનું ભવિષ્ય/જીવન પણ ફર્યું.
આ દિવાળીએ સાયલીના પિતાનો શુભેચ્છા સંદેશ મળ્યો.
“સાયલી હવે પોતાના પગ પર ઉભી છે. ફરી એકવાર યુપીએસસીની તૈયારીઓ ચાલી રહી છે.”
તમારા સહકાર્ય અને શુભેચ્છાઓ વડે સાયલી હવે ફરીથી દોડશે.
કથા સાયલીની -
- બીએસસી પરીક્ષામાં ૭૮% માર્કથી પાસ
- એમપીએસસી/યુપીએસસી સ્પર્ધા પરીક્ષાની તયારી શરૂ
- યોગ્યતા પરીક્ષાની પૂર્વ તયારી માટે કલ્યાણમાં પોતાના સબંધીઓને ત્યાં આવી.
- મહરાષ્ટ્ર સરકારની State Institute for Administrative Careers પરીક્ષામાટે જુન્નરથી મુંબઈ આવી.
SIAC ની હોલ ટિકિટ
- પરીક્ષા પતાવીને ૨૦ ઓક્ટોબર ૨૦૧૬ ના રોજ સાયલી કલ્યાણથી ઇન્દ્રાયણી એક્સ્પ્રેસમાં પુના જવા માટે સ્ટેશનપર પહોંચી.
- કલ્યાણ પ્લેટફોર્મ પર ઇન્દ્રાયણી એક્સપ્રેસમાં ચઢતાંજ તેનું સંતુલન જતા પ્લેટફોર્મ અને રેલ્વે પાટાના પોલાણમાં પડી.
- રેલ્વેના પૈડા પાટા પર તેમજ સાયલીના પગ પરથી ફર્યા, બંને પગ કપાઈ ગયા સાયલી બેશુદ્ધ પડી.
Midday પેપરનું ખબર
રેલ્વે સ્ટેશનપરના પોલીસોએ, સ્ટેશન અધિકારીઓએ અને પ્રવાસીઓએ સાયલીને બહાર કાઢી, તેને કલ્યાણની બાઈ રુક્મિણીબાઈ સરકારી હોસ્પિટલમાં લઇ ગયા. પણ આગળની સારવાર માટે થાણાની જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
- મીડિયા, ટીવ્હી ચેનલ્સ અને પત્રકારોએ ૨૨ વર્ષની સાયલી સાથે થયેલ દુર્ઘટના અને તેના ભવિષ્ય સંબંધી સમાચાર પ્રસારિત કર્યાં.
- મને (કિરીટ સોમૈયા) આ સમાચાર મળતાંજ હું તરતજ જ્યુપિટર હોસ્પિટલ તરફ દોડયો. સાયલીના સગા સંબંધી, પિતા, ભાઈ.... જ્યુપિટરના ડોકટરો આ બધા સાથે ચર્ચા કરી.
જ્યુપિટર હોસ્પિટલમાં સાયલીની મુલાકાત
- સાયલીને પોતાના પગ પર ઉભી કરવાનો અમે સંકલ્પ કર્યો.
જ્યુપિટર હોસ્પિટલની સારવાર
- ૨૨વર્ષની તરૂણીના અચાનક બંને પગ કપાઈ જવા થી તેના પરિવાર પર શારીરિક અને માનસિક દડપણ આવ્યું, શારીરિક અપંગત્વ સાથે માનસિક અપંગત્વની જાણ થઇ.
- અમે સાયલી સાથે સતત સંપર્ક ને સમુપદેશન કરીને માનસિક આધાર દેવાનો તથા તેનો આત્મવિશ્વાસ જરા પણ ન ખોરવાય માટે એક દિનચર્યા તૈયાર કરી.
- અમારા યુવક પ્રતિષ્ઠાનનો ઉપક્રમ Limbs for Life માં રેલ્વે દુર્ઘટનામાં પોતાના હાથ-પગ ખોવા વાળા કંઈક યાત્રિયો અને યુવાનોને અમારી સંસ્થાએ અત્યાધુનિક કૃત્રિમ અવયવ મેળવી દઈ તેમને ફરીથી નવ જીવન દિધું. તેવા કંઈક લોકોનો સાયલી સાથે મેળાપ કરાવ્યો.
- ડો. રોશન શેખ ના બંને પગ મુંબઈ માં આવી રીતે કપાઈ ગયા હતા. ઓટોબોક કંપનીના બે કુત્રિમ પગ રોશનને મળ્યા, ટ્રીટમેંટ મળી રોશન પોતાના પગ પર ઉભી રહી, એમબીબીએસ ડો પણ થઇ. રોશને સાયલીનું મનોબળ વધાર્યુ.
- નવનાથ યમગરે, ૨૨ વર્ષની ઉંમરે અંધેરીમાં થયેલા રેલ્વે અકસ્માતમાં જમણો પગ ને જમણો હાથ ગુમાવ્યો, તેને પણ ઉપચાર કરીને સારી ઓટોબોક કંપનીનો એક કુત્રિમ પગ અને હાથ આપી તેને નવ સંજીવની આપી. આજે તે યુવક પ્રતિષ્ઠાનના મારા કાર્યાલયમાં કામ કરીને સારો પગાર મેળવે છે.
- ઘાટકોપરમાં થયેલ રેલ્વે દુર્ઘટનમાં મોનિકા મોરેએ પોતાના (જ્યારે તે વિદ્યાર્થીની હતી), બંને હાથ કાંડાથી ગુમવ્યા. તેને પણ કૃત્રિમ હાથ આપ્યા હાલમાં તે સારી નોકરી કરે છે.
- તન્વીર શેખ, ઉંમર ૨૨ વર્ષ, ૨૦૧૩ ના કુર્લામાં થયેલ રેલ્વે અકસ્માતમાં તેણે બંને પગ ગુમાવ્યા તેને પણ આજ પ્રકારની મદદ કરી. આજે તે સાયનમાં મોબાઇલની દુકાન સફળતા પૂર્વક ચલાવે છે.
હોસ્પિટલનો આડેધડ ખર્ચો
- સાયલીને નડેલો અકસ્માત ખુબ ભયાનક હતો. બંને પગની શસ્ત્રક્રિયા પછી. કોઈપણ ચેપ (Septic) ન લાગે તેની કાળજી.
- રૂપિયા ૨૮ લાખનો અંદાજીત ખર્ચ
- જ્યુપિટર હોસ્પિટલના પ્રમુખ ડો. અજય ઠક્કર ને ડો. અંકિત ઠક્કર સાથે થનારા ખર્ચમાં સગવડ માટે ચર્ચા કરી. અન્ય સામાજિક સંસ્થાઓ (ટ્રસ્ટ) દ્વારા આર્થિક મદદ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યાં.
સાયલીના પરિવાર દ્વારા આર્થિક મદદ ની અપીલ
- અમારું યુવક પ્રતિષ્ઠાન અને અન્ય ટ્રસ્ટ ની દાનવીરોની સહાયતા વડે આ સંકલ્પ પાર પાડવામાં આવ્યો.
- યુવક પ્રતિષ્ઠાન
- લોટસ ટ્રસ્ટ
- ટાટા ટ્રસ્ટ
- સિદ્ધિવિનાયક ટ્રસ્ટ
- વિઘ્નહર સાકર કારખાના
- સાયલી ના સબંધીઓ અને ગામવાસી
- શ્રી. સુધીર સાવંત, શ્રી. અશોક સાઠે, ડો. મરાઠે, શ્રી. રાજેશ ગાંગુર્ડે, શ્રી. યતીશ ગુજરાથી, શ્રી. યતીન ખન્ના, શ્રી. રમેશ તાસકર આ બધા વ્યક્તિઓ દ્વારા મળેલ મોટો આર્થિક ફાળો
- ડિસેમ્બર ૨૦૧૬ માં બે મહિના પછી સારવાર પૂરી થવા થી સાયલી જુન્નર પોતાના ઘરે પાછી ગઈ.
- બે વર્ષ સુધી આગળનો ઈલાજ અને શસ્ત્રક્રિયા (Follow Up Treatment / Surgery) પછી, ઉત્કૃષ્ટ કુત્રિમ પાગ બેસાડવા માટે સાયલી તૈયાર થઇ.
- ડિસેમ્બર ૨૦૧૮ માં સાયલીને સારા બે કુત્રિમ પગ બેસાડવામાં આવ્યા.
- હવે સાયલી પોતાના પગ પર (કૃત્રિમ પગ) ધીમેધીમે ચાલે છે.
- ફરી એક વાર સાયલીએ યુપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી છે. જલ્દીજ તે યુપીએસસીની પરીક્ષા આપશે અને આયએએસ થશે.
- સાયલીની જિદ્દ ને નિર્ધાર ફરી એક વાર ભવિષ્યનું ભવ્ય સપનું જોશે.
- ૨૦૨૦ માં સાયલી સ્પર્ધા પરીક્ષા પાસ થશે, પોતાના પગ પર ઉભી રહેશે અને આયુષ્યના ઊંચા ઊંચા શિખરો સર કરવા માટે દોટ મુકશે એજ શુભેછા.